How the best Gujarati 29 Dhun Lyrics Pdf book in Gujarati 2023

 Gujarati Dhun Lyrics Pdf book

How the best Gujarati 29 Dhun Lyrics  Pdf book in Gujarat 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarati Dhun Lyrics Pdf book - Rama Dhun 


    28. ચિત્ત તું શીદને ચિંતા ધરે


    29. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન


    શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન, હરણ ભવ ભય દારુણમ્।
    નવ કંજ લોચન, કંજ મુખ કર કંજ, પદ કંજારુણમ્॥
    કંદર્પ અગણિત અમિત છબિ, નવ નીલ નીરદ સુંદરમ્।
    પટપીત માનહુ તડિત રુચિ-શૂચિ, નૌમિ જનક સૂતાવરમ॥
    ભજુ દીન બંધુ દિનેશ, દાનવ-દૈત્ય વંશ નિકંદનમ્।
    રઘુનંદ-આનંદ કંદ કૌશલચંદ, દશરથ નંદનમ્॥
    શિર મુકુટ કુંડલ તિલક, ચારુ ઉદાર અંગ વિભુષનમ્।
    આજાનુ ભુજ સર ચાપ ધર, સંગ્રામ જિત ખર દુષણમ્॥
    ઈતિ વદતિ તુલસીદાસ, શંકર શેષ મુનિ મન રંજનમ્।
    મમ હૃદય કંજ નિવાસ કુરુ, કામાદિ ખલદલ ગંજનમ્॥
    મનુ જાહિં રાચેઉ  મિલિહિ સો બરુ સહજ સુંદર સાઁવરો।
    કરુના નિધાન સુજાન સીલુ સનેહુ જાનત રાવરો॥
    એહિ ભાઁતિ ગૌરિ અસીસ સુનિ સિય સહિત હિયઁ હરષીં અલી।
    તુલસી ભવાનિહિ પૂજિ પુનિ પુનિ મુદિત મન મંદિર ચલી॥
    (સોરઠા) જાનિ ગૌરિ અનુકૂલ સિય હિય હરષુ ન જાઇ કહિ।
    મંજુલ મંગલ મૂલ બામ અંગ ફરકન લગે॥


    30. શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી

    શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા;
    હું તો મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    આપો ભક્તિમાં ભાવ અનેરો, શિવભક્તિમાં ધર્મ ઘણેરો,
    પ્રભુ શંભુને પૂજો, દેવી પાર્વતી પૂજો, કષ્ટ કાપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
    ભાલે ચંદ્ર ધર્યો, કંઠે વિષ ભર્યું, અમૃત આપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    નેતિવનેતિ જ્યાં વેદ વદે છે, મારું ચિતડું ત્યાં જવા ચાહે છે;
    સારા જગમાં છે તું, વસુ તારામાં હું, શક્તિ આપો.
    દયા કરી શિવ દર્શન આપો...
    હું તો એકલ પંથી પ્રવાસી, છતાં આત્મા કેમ ઉદાસી?
    થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરૂપ દેખું;
    મારા મનમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    ભોળા મહાદેવ ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ફળ આપો;
    ટાળો માન – મદ, ગાળો ગર્વ સદા, ભક્તિ આપો.
    દયા કરી શિવદર્શન આપો...

    અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા;
    તમે ઉમિયાપતિ, અમને આપો મતિ, કષ્ટ કાપો.
    દયા કરી શિવ દર્શન આપો...

    શંભુ ચરણે પડી, માંગુ ઘડી એ ઘડી, કષ્ટ કાપો.
    દયા કરી શિવ દર્શન આપો...


    31. આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો


    આટલો સંદેશો મારા સદ્-ગુરુને કહેજો,
    સેવકનાં હૃદયામાં રહેજો... સંદેશો...

    કાયાનાં દેવળ અમને કાચાં રે લાગે,
    તેનો ભરોસો અમને દેજો... સંદેશો...

    કાયા પડશેને હંસા ક્યા જઈ સમાશે,
    તે ઘર બતલાવી અમને દેજો... સંદેશો...

    બ્રહ્મ સ્વરૂપ મારી નજરે ન આવે,
    તેનાં તે દર્શન અમને દેજો... સંદેશો...

    જનમો જનમ મારા રૂદીયામાં રહેજો,
    એવી તે વૃત્તિ અમને દેજો... સંદેશો...

    ધર્મદાસની અરજી સુણો રે ગોંસાઈ,
    ભક્તિને મુક્તિ અમને દેજો... સંદેશો...


    32. ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ


    ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભુલશો નહિ,
    અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહિ.       ૧
    પત્થર પૂજ્યા પૃથ્વીતણા, ત્યારે દીઠું તમ મુખડું,
    એ પુનિત જનનાં કાળજાં, પત્થર બની છૂંદશો નહિ.   ૨
    કાઢી મુખેથી કોળિયો, મ્હોંમાં દઇ મોટા કર્યા,
    અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉછાળશો નહિ. ૩
    હેતે લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા,
    એ કોડના પૂરનારના, કોડ પુરવા ભૂલશો નહિ. ૪
    લાખો કમાતા હો ભલે, (પણ) મા-બાપ જેના ના ઠર્યા,
    એ લાખ નહિ પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ.   ૫
    સંતાનથી સેવા ચાહો, તો સંતાન છો સેવા કરો,
    જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ.          ૬
    ભીને સૂઇ પોતે અને, સૂકે સુવાડ્યા આપને,
    એની અમીમય આંખોને, ભૂલીને ભીંજવશો નહિ.      ૭
    પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર,
    એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ. ૮
    ધન ખરચતાં મળશે બધું, (પણ) માતાપિતા મળશે નહિ,
    એનાં પુનિત ચરણો તણી, ચાહના કદી ભૂલશો નહિ.  ૯
    - સંત ‘પુનીત’


    33. એક જ અરમાન છે મને

    એક જ અરમાન છે મને... મારૂં જીવન સુગંધી બને (૨)... (ટેક)

    ફુલડુ બનું કે ભલે ધૂપ સળી થાઉં,
    આશા છે સામગ્રી પૂંજાની થાઉં (૨)
    ભલે કાયા રાખ થઇને... મારૂં... એક જ...
    તડકા છાયા કે વા વર્ષાના વાયા,
    તો યે કુસુમો કદિ ના કરમાયા (૨)
    ઘાવ ખીલતાં ખીલતાં એ ખમે... મારૂં... એક જ...
    જગની ખારાશ બધી ઉરમાં સમાવે,
    તો યે સાગર મીઠી વર્ષા વરસાવે (૨)
    સદા ભરતીને ઓટમાં રમે... મારૂં... એક જ...
    વાતાવરણમાં સુગંધના સમાતી,
    જેમ જેમ સુખડ ઓરશીયે ઘસાતી (૨)
    પ્રભુ તારે ઘસાવું ગમે... મારૂં... એક જ...
    ગૌરવ મહાન છે પ્રભુ તારે કેરૂં,
    ના જગમાં કોઇ એથી અટકેલું (૨)
    પ્રાર્થ તેથી પ્રભુને ગમે... મારૂં... એક જ...


    34. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય


    વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય... ખાય... ખાય... (ટેક)

    શ્રવણ કાવડ લઈને ફરતો સેવા માતપિતાની કરતો
    તીર્થે તીર્થે ડગલાં ભરતો ચાલ્યો જાય... જાય... જાય...

    સેવા માતપિતાની કરવા, શ્રવણ જાયે પાણી ભરવા
    ઘડુલો ભરતાં મૃગના જેવા શબ્દ થાય... થાય... થાય...

    દશરથ મૃગયા રમવા આવે મૃગલું જાણી બાણ ચડાવે
    બાણે શ્રવણના જીવ જાય, છોડી કાય... કાય... કાય...

    અંધ માતપિતા ટળવળતાં, દીધો શાપ જ મરતાં મરતાં
    મરજો દશરથ પુત્ર સમરણ કરતાં હાય... હાય... હાય...

    જ્યારે રામજી વન સંચરિયા, દશરથ પુત્ર વિયોગે મરિયા
    ‘અમરતગર’ કહે દુઃખના દરિયા ઉભરાઈ જાય... જાય... જાય...

    વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય... ખાય... ખાય...


    35. વૈષ્ણવજન તો તેને રે કહીયે

    વૈષ્ણવજન તો તેને રે કહીયે, જે પીડ પરાઈ જાણે રે.
    પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે.
    સકળ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કેની રે.
    વાચ કાછ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે.
    સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે.
    જિહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે.
    મોહ માયા વ્યાપે નહિ જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે.
    રામ નામ શું તાળી રે વાગી, સકળ તિરથ તેના તનમાં રે.
    વણલોભી ને કપટ રહિત છે, કામ ક્રોધ નિવાર્યા રે.
    ભણે નરસૈયો તેનું દર્શન કરતા, કુળ ઈકોતેર તાર્યા રે.


    36. હારે તારે એક દિન જાવું પડશે


    હારે તારે એક દિન જાવું પડશે, (૨)
    કરમ તારા તને નડશે રે, કરમ તારા તને નડશે જીવલડા.  ૧
    હાં રે તું તો બંધ મુઠ્ઠીએ આવ્યો,
    નથી જગતમાં કાંઈ લાવ્યો,
    માયાએ તને ભરમાવ્યો રે, માયાએ તને ભરમાવ્યો જીવલડા.  ૨
    હાં રે તેં તો પારકું લેણું કીધું,
    તેને પોતાનું માની રે લીધું,
    વિષયનું વિષ પીધું રે, વિષયનું વિષ પીધું જીવલડા.  ૩
    હાં રે તું તો ભૂલી ગયો ઘર તારું,
    તારી આગળ પાછળ અંધારું,
    નીકળવાનું નથી બારું રે, નીકળવાનું નથી બારું જીવલડા.  ૪
    હાં રે માટે સમજીને સત્સંગ કરજે,
    તારા હુંપદ ને દૂર કરજે,
    વ્હાલાને નવ વિસરજે રે, વ્હાલાને નવ વિસરજે જીવલડા.  ૫
    હાં રે મંગળ તારું થાશે,
    તારા ઘટમાં ગોવિંદ જણાશે,
    મરણ તારું મટી જાશે રે, મરણ તારું મટી જાશે જીવલડા.  ૬


    37. જૂનું તો થયું રે દેવળ

    જૂનું તો થયું રે દેવળ જૂનું તો થયું,
    મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થયું... (ટેક)

    આરે કાયા રે હંસા, ડોલવાને લાગી રે,
    પડી ગયાં દાંત, માંયલી રેખું તો રહ્યું... મારો હંસલો...

    તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી રે,
    ઉડી ગયો હંસ, પીંજર પડી તો રહ્યું... મારો હંસલો...

    બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરનાં ગુણ,
    પ્રેમનો પ્યાલો તમને પાઉં ને પીઉં... મારો હંસલો...


    38. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે

    પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે રે,
    બહુએ સમજાવ્યું તોયે પંખી નવું પિંજરું માગે રે... (ટેક)

    ઊમટયો અજંપો એને પંડનારે પ્રાણનો (૨)
    અણધાર્યો કર્યો મનોરથ એણે દૂરના પ્રયાણનો
    અણદીઠો દેશ જોવા લગન એને લાગી રે... બહુએ...

    સોને મઢેલ બાજઠિયો ને સોને મઢેલ ઝૂલો
    હીરે મઢેલ વીંઝણો મોતીનો મોંઘો ને મહામૂલો
    પાગલના બન્ને ભેરુ કોઈ ના રંગ લાગે રે... બહુએ..


    39. નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના


    નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
    ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.

    સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે,
    કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
    તનનો તંબૂરો જોજે બેસુરો થાય ના...  ઝાંખો...

    પાપ અને પુણ્યના ભેદ રે ભૂંસાતા,
    રાગ અને દ્વેષ આજે ઘટઘટમાં ઘૂંટાતા;
    જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના...  ઝાંખો...

    શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
    નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
    મનના મંદિરિયામાં જોજે અંધારું થાય ના...  ઝાંખો...


    40. ગુરુજીના નામની હો... માળા છે ડોકમાં.


    ગુરુજીના નામની હો... માળા છે ડોકમાં.
    નારાયણ નામની હો... માળા છે ડોકમાં.
    જૂઠું બોલાય નહી, ખોટું લેવાય નહી.
    અવળું ચલાય નહિ હો... માળા છે ડોકમાં.
    ક્રોધ કદી થાય નહિ, પરને નિંદાય નહિ.
    કોઈને દુભાવાય નહિ હો... માળા છે ડોકમાં.
    પરને પીડાય નહિ, હુંપદ ધરાય નહિ.
    પાપને પોષાય નહિ હો... માળા છે ડોકમાં.
    સુખમા છલકાય નહિ, દુઃખમાં રડાય નહિ.
    ભક્તિ ભુલાય નહિ હો... માળા છે ડોકમાં.
    ધન સંઘરાય નહિ, એકલા ખવાય નહિ.
    ભેદ રખાય નહિ હો... માળા છે ડોકમાં.
    બોલ્યું બદલાય નહિ, ટેકને તજાય નહિ.
    બાનું લજવાય નહિ હો... માળા છે ડોકમાં.
    શ્રી હરિહરાનંદજી કહે સત્ય ચુકાય નહિ.
    નારાયણ વીસરાય નહિ હો... માળા છે ડોકમાં.


    41. ઊંચી મેડી તે મારા સંતની રે


    ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

    અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
    મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ... હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે...

    અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ,
    ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ... હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે...

    નથી તરાપો નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ,
    નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ... હો રામ..
    ઊંચી મેડી તે મારા સંતની રે...


    42. લોભી આતમને સમજાવો રે,


    લોભી આતમને સમજાવો રે,
    મારા ગુરૂજીને પુછો રૂડા જ્ઞાન બતાવે જી.

    હંસલા મેલીને બગલાને કોણ સેવેજી,
    બગલા બાહેર ધોળા ને મનના મેલા રે.

    હીરલા મેલીને પથરાને કોણ સેવેજી,
    પથરા ઉપર ભીના ને અંદર કોરા રે.

    કેસર મેલીને કેસુડાને કોણ સેવેજી,
    કેસુડા ઉપર રાતા ને મુખે કાળા રે.

    સુગરા મેલીને નુગરાને કોણ સેવેજી,
    નુગરા નિશ્ચે નરકે લઈ જાય.

    શોભાજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા,
    મારા સંતનો બેડલો સવાયો રે.


    43. હે કરુણાના કરનારા

    હે કરુણાના કરનારા તારી, કરુણાનો કોઈ પાર નથી;
    હે સંકટના હરનારા તારી કરુણાનો કોઈ પાર નથી;
    મેં પાપ કર્યા છે એવાં, હું ભૂલ્યો તારી સેવા;
    મારી ભૂલોના ભૂલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
    હું અંતરમાં થઈ રાજી, ખેલ્યો છું અવળી બાજી;
    અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
    હે પરમ કૃપાળુ વાલા, મેં પીધા વિષના પ્યાલા;
    વિષનું અમૃત કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
    કંઈ છોરુ કછોરું થાયે, પણ માવતર તું કહેવાય;
    શીતળ છાયાના દેનાર, તારી કરુણાનો કોઈ પાર નથી
    મને જડતો નથી કિનારો, મારો કયાંથી આવે આરો;
    મારી નાવના ખેલનારા, તારી કરુણાનો કોઈ પાર નથી
    છે જીવન મારું ઉદાસી પ્રભુ શરણે લે અવિનાશી;
    મારા દિલમાંયે રમનારા, તારી કરુણાનો કોઈ પાર નથી


    44. અમે તો તારાં નાનાં બાળ


    અમે તો તારાં નાનાં બાળ,
    અમારી તું લેજે સંભાળ...  અમે તો તારાં...

    ડગલે પગલે ભૂલો અમારી,
    દે સદબુદ્ધિ ભૂલો વિસારી,
    તુજ વિણ કોણ લેશે સંભાળ...  અમે તો તારાં...

    દીનદુઃખિયાના દુઃખ હરવાને,
    આપો બળ મને સહાય થવાને,
    અમ પર પ્રેમ ઘણો વરસાવ...  અમે તો તારાં...

    બાલ જીવન અમ વીતે હર્ષે,
    ના દુનિયાની મલિનતા સ્પર્શે,
    અમારું હસવું રહે ચિરકાળ...  અમે તો તારાં...


    45. ધૂણી રે ધખાવી


    ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની
    હરીના એ નામની રે અલખના એ ધામની...
    ધૂણી રે ધખાવી...
    ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઊડીને આવ્યો
    તન-મનથી તરછોડાયો મારગ મારગ અથડાયો
    હે ગમ ના પડે રે એને, ઠાકુર તારા નામની રે...
    ધૂણી રે ધખાવી...
    કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી
    કોની રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાંગી
    હે તરસ્યું રે જાગી જીવને, ભક્તિ કેરા જામની રે...
    ધૂણી રે ધખાવી...


    46. જીવન અંજલિ થાજો!

    જીવન અંજલિ થાજો,
    મારું જીવન અંજલિ થાજો! (ટેક)
    ભૂખ્યાં કાજે ભોજન બનજો તરસ્યાંનું જળ થાજો;
    દીન-દુઃખિયાંનાં આંસુ લો'તાં, અંતર કદી ન ધરાજો!
    મારું જીવન અંજલિ થાજો!
    સત્‌ની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;
    ઝેર જગતનાં જીરવી જીરવી, અમૃત ઉરનાં પાજો!
    મારું જીવન અંજલિ થાજો!
    વણથાક્યાં ચરણો મારાં નિત તારી સમીપે ધાજો;
    હૈયાના પ્રત્યેક સ્પન્દને, તારું નામ રટાજો!
    મારું જીવન અંજલિ થાજો!
    વમળોની વચ્ચે નૈયા મુજ હાલકલોલક થાજો;
    શ્રદ્ધા કેરો દીપક મારો, નવ કદીયે ઓલવાજો!
    મારું જીવન અંજલિ થાજો!

    47. પ્રથમ પહેલા સમરીએ

    પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા,
    રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

    માતારે જેના પાર્વતી સ્વામી તમને સુંઢાળા
    પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

    ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
    ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)

    કાનમાં કુંડળ ઝળહળ સ્વામી તમને સુંઢાળા
    ગળામાં મોતીડાની માળ દેવતા મહેર કરોને મહારાજ

    પાંચ લાડુ તમને પાય ધરું સ્વામી તમને સુંઢાળા
    લડી લડી પાય લાગુ દેવતા મહેર કરોને મહારાજ (૨)

    રાવતરણશીની વિનતી સ્વામી તમને સુંઢાળા
    ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)



    48. મનનો મોરલિયો રટે તારું નામ

    મનનો મોરલિયો રટે તારું નામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    એકવાર આવી પુરો હૈયા કેરી હામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    સુરજ ઉગે ને મારી ઉગતી રે આશા,
    સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા.
    રાત-દિવસ મને સુઝે નહિ કામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    આંખલડી એ મને ઓછું દેખાય છે,
    દર્શન વિના મારું દિલડું દુભાય છે.
    નહિ રે આવો તો વા’લા જશે મારા પ્રાણ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    એકવાર વા’લા તારી ઝાંખી જો થાયે,
    આંસુઓના બિંદુથી જોવું તડપાયે.
    માંગુ સદાય તારા ચરણોમાં વાસ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    મનનો મોરલિયો રટે તારું નામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.


    49. હરિ તારા નામ છે હજાર

    હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
    રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?
    કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે,
    કોઈ કહે નંદ નો કિશોર, ક્યા નામે લખવી કંકોત્રી ?
    મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવિંદ,
    દ્વારિકામાં રાય રણછોડ, ક્યા નામે લખવી કંકોત્રી ?
    નરસિહ મહેતાનો સ્વામી શામળિયો,
    મીરાનો ગિરધર ગોપાલ, ક્યા નામે લખવી કંકોત્રી ?
    ભાણો નાથ કહે એના નામો હજાર છે.
    અંતે તું એકનો એક, ક્યા નામે લખવી કંકોત્રી ?
    હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
    રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?



    50. કા’નાને માખણ ભાવે રે

    કા’નાને મીસરી ભાવે રે
    ઘારી ધરાવું ને ઘુઘરા ધરું ને ઘેવર ધરું સૈ
    મોહનથાળ ને માલપૂઆ પણ માખણ જેવા નૈ
    કા’નાને …
    શીરો ધરાવું ને શ્રીંખડ ધરું ને સૂતરફેણી સૈ
    ઉપર તાજા ઘી ધરાવું પણ માખણ જેવી નૈ
    કા’નાને …
    જાતજાતના મેવા ધરાવું દૂધ સાકર ને દૈ
    છપ્પનભોગની સામગ્રી પણ માખણ જેવી નૈ
    કા’નાને …
    સોળ વાનાના શાક ધરાવું ને રાયતા મેલું રાય
    ભાતભાતની ભાજી ધરું પણ માખણ જેવી નૈ
    કા’નાને …
    એક ગોપીએ જમવાનું કીધું ને થાળ લૈ ઉભી રૈ
    વળતા વ્હાલો એમ વદ્યા પણ માખણ જેવા નૈ
    કા’નાને …
    એક ગોપીએ માખણ ધર્યુંને હાથ જોડી ઉભી રૈ
    દીનાનાથ તો રીઝ્યા ત્યારે નાચ્યા થૈ થૈ થૈ
    કા’નાને …


    51. चोरी चोरी माखन खाई गयो रे


    चोरी चोरी माखन खाई गयो रे यशोदा का ललनवा

    मैंने उसे पूछा की नाम तेरा क्या है ?
    कृष्ण कनैया बताई गयो रे यशोदा का ललनवा
    चोरी चोरी o

    मैंने उसे पूछा की काम तेरा क्या है ?
    माखनचोर बताई गयो रे यशोदा का ललनवा
    चोरी चोरी o

    मैंने उसे पूछा की गाव तेरा क्या है ?
    गोकुल मथुरा बताई गयो रे यशोदा का ललनवा
    चोरी चोरी o

    मैंने उसे पूछा की माँ-बाप तेरे कौन है ?
    नंद-यशोदा बताई गयो रे यशोदा का ललनवा
    चोरी चोरी o

    मैंने उसे पूछा की प्यारी तेरी कौन है ?
    राधा रानी बताई गयो रे यशोदा का ललनवा
    चोरी चोरी o


    52. पायोजी मैंने राम रतन धन पायो

    पायोजी मैंने  राम रतन धन पायो,
    पायोजी मैंने  राम रतन धन पायो.
    वस्तु अमोलिक दी मेरे सदगुरु,
    किरपा कर अपनायो.

    जनम जनम की पूंजी पाई,
    जग में सभी सवायो.
    पायोजी मैंने  राम रतन धन पायो.

    खरचे न खुटे चोर न लूटे,
    दिन दिन बढ़त सवायो
    पायोजी मैंने  राम रतन धन पायो.

    सत की नाव खेवटिया सदगुरु
    भवसागर तर आयो.
    पायोजी मैंने  राम रतन धन पायो.

    मीरा के प्रभु गिरधर नागर,
    हरख हरख जश गयो.
    पायोजी मैंने  राम रतन धन पायो.


    53. कभी प्यासे को पानी पिलाया नहीं

    कभी प्यासे को पानी पिलाया नहीं,
    बाद अमृत पिलाने से क्या फायदा ?

    कभी  गिरर्ते हुए को उठाया नहीं,
    फिर आंसू बहाने से क्या फायदा ?

    में तो मंदिर गया पूजा आरती की,
    पूजा करते हुए ये ख़याल आ गया.
    कभी माँ-बाप की सेवा की ही नहीं,
    फिर पूजा करवाने से क्या फायदा ?

    में तो सतसंग गया गुरुवाणी सुनी,
    गुरुवाणी सुनते हुए ये ख़याल आ गया,
    जन्म मानव का लेकर दया की ही नहीं,
    फिर मानव कहेलाने से क्या फ़ायदा ?

    कभी प्यासे को पानी पिलाया नहीं,
    बाद अमृत पिलाने से क्या फायदा ?

                   

    Post a Comment

    0 Comments