best Gujarati 100 Dhun Lyrics Pdf book in Gujarati 2023

 Gujarati Dhun Lyrics book - Ram Dhun




    1. શિવજીનું ડમરુ ડમ ડમ વાગે


    શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
    શિવજીના ત્રણ લોક ગાજે,
    હો ડમરુ ડમ ડમ વાગેo

    કૈલાસમાંથી ભોળાનાથ આવ્યા,
    પાર્વતીએ ચોખલે વધાવ્યા કે,
    શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

    અયોધ્યામાંથી રામ આવ્યા,
    સીતાજીએ મોતીડે વધાવ્યા કે,
    શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

    ગોકુળમાંથી શ્રીકૃષ્ણ આવ્યા,
    રાધાજીએ ફૂલડે વધાવ્યા કે,
    શિવજીનું ડમરુ ડમ ડમ વાગેo

    શિવજીનું ડમરુ ડમ ડમ વાગે,
    શિવજીના ત્રણ લોક ગાજે,
    હો ડમરુ ડમ ડમ વાગેo

    2. ભાવે ભજીલ્યો ભગવાન


    તમે ભાવે ભજીલ્યો ભગવાન જીવન થોડું રહ્યું.
    કંઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું.

    એને દીધેલ કોલ તમે ભૂલી ગયા,
    જુઠી માયાને મોહમાં ઘેલા થયા.
    ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન. જીવન થોડું રહ્યું...

    બાળપણને જુવાનીમાં અડધું ગયું.
    નથી ભક્તિના મારગમાં ડગલું ભર્યું.
    હવે બાકી છે તેમાં દયો ધ્યાન. જીવન થોડું રહ્યું...

    પછી ઘડપણમાં શંકર ભજાશે નહિ,
    લોભ વૈભવ ને ધનને તજાશે નહિ.
    બનો આજથી પ્રભુમાં મસ્તાન. જીવન થોડું રહ્યું...

    જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો,
    કઈંક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો,
    છીએ થોડા દિવસના મહેમાન. જીવન થોડું રહ્યું...

    પછી આળસમાં દીન બધા વીતી જાશે,
    પછી ઓચિંતું યમનું તેડું થશે,
    નહિ ચાલે તમારું તોફાન. જીવન થોડું રહ્યું...

    3. સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા


    સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા,
    નથી મફતમાં મળતા રે એના મૂલ ચૂકવવા પડતાં.
    સંતને સંતપણા રે...

    ભરી બજારે કોઈ વેચાણા. કોઈ તેલ કડામાં બળતા (૨)
    કાયા કાપી કાંટે તોળી કોઈ હેમાળો ગળતા.
    સંતને સંતપણા રે...

    કરવત મેલી માથા વેર્યાને કાળજા કાપીને ધરતા (૨)
    ઝેર પીધાં ને જેલું ભોગવી સાધુડા સુળીએ ચડતા.
    સંતને સંતપણા રે...

    પ્યારા પુત્રનું મસ્તક ખાંડીને ભોગ સાધુને ધરતા (૨)
    ઘરની નારી દાનમાં દેતાં, જેના દિલ જરી નવ ડરતા.
    સંતને સંતપણા રે...

    પર દુઃખેરે જેનો આતમ દુઃખીયો રુદિયો જેના રડતાં (૨)
    માન મોહને મમતા ત્યાગી જઈને બ્રહ્મમાં ભળતા.
    સંતને સંતપણા રે...

    ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ જેના ચોપડે નામ ચડતા (૨)
    એવા સંતને ભજતા જીવડાં ભવના બંધન ટળતા.
    સંતને સંતપણા રે...


    4. ગોપાલ મારો પારણિયે ઝુલે રે

    ગોપાલ મારો પારણિયે ઝુલે રે
    ઝુલાવે ગોકુળની ગોપી રે (2)                           ગોપાલ મારો……

    ગોપાલ તને રમકડું લઇ  આલુ,
    ગોપલ તને માખણિયું ભાવે રે
    ગોપાલ મારો બોલે કાલુ કાલુ રે (૨)         ગોપાલ મારો……

    ગોપાલ તને ઝાંઝરિયું પહેરાવું
    કે નાના નાના ડગલીયો  ભરાવું
    ગોપાલ તને આંગણિયામાં નચાવું (૨)               ગોપાલ મારો……

    ગોપાલ તને ચાંદની રાતે  રમાડે
    કે હાથમાં ઘૂઘરડો રે વગાડું
    પરોઢિયે આવીને રે જગાડું (૨)
    ગોપાલ મારો……

    ગોપાલ તને મોરપિચ્છ મુકુટ પહેરાવુ
    ને તારી કેડે કંદોરો પહેરાવું
    ગોપાલ તને સોના પારણિયે ઝુલાવું   ગોપાલ મારો……


    5. આ બંગલાનો બાંધનાર કેવો

    આ બંગલાનો બાંધનાર કેવો..આ બંગલો કોણે બનાવ્યો
    લોઢું નથી આમાં લાકડું નથી રે, નથી ખીલા નથી ખીલી ...આ બંગલો...
    ઇંટો નથી આમાં ચૂનો નથી રે, નથી સિમેન્ટ નથી રેતી ...આ બંગલો...

    આરે બંગલામાં દશ દરવાજા, નવસો નવાણું છે નાડી આ ...
    કડિયા કારીગરની કારીગરી કેવી, પાણીની બાંધી હવેલી ...આ બંગલો...
    બંગલો બનાવી જીવાભાઇને પધરાવ્યા નથી દેતાં કાંઈ ભાડું ...આ બંગલો...

    નટવર શેઠની નોટીસો આવી, અમારાં ચોપડામાં નામું...આ બંગલો ખાલી કરવાનો
    ઉઠો જીવાભાઈ જમડા બોલાવે, માલિકની ખૂટી મહેરબાની...આ બંગલો...
    બુદ્ધિ શેઠાણી શેઠને સમજાવે, હવે સમજો તો કાંઇક સારું...આ બંગલો...

    પાછું વળીને શું જુઓ છો જીવાભાઈ ખૂટી મહેરબાની...આ બંગલો...
    જીવલડો ડરીને ગયો પ્રભુ શરણે, તારશે પ્રેમ નગરવાળો...આ બંગલો..


    6. પ્રથમ પહેલા સમરીએ

    પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા,
    રિદ્ધિસિદ્ધિના દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

    માતારે જેના પાર્વતી સ્વામી તમને સુંઢાળા
    પિતા શંકર દેવ દેવતા, મહેર કરો મહારાજ (૨)

    ઘી સિંદુરની સેવા ચડે,સ્વામી તમને સુંઢાળા
    ગળામાં ફૂલડાની હાર દેવતા, મહેર કરોને મહારાજ (૨)

    કાનમાં કુંડળ ઝળહળ સ્વામી તમને સુંઢાળા
    ગળામાં મોતીડાની માળ દેવતા મહેર કરોને મહારાજ

    પાંચ લાડુ તમને પાય ધરું સ્વામી તમને સુંઢાળા
    લડી લડી પાય લાગુ દેવતા મહેર કરોને મહારાજ (૨)

    રાવતરણશીની વિનતી સ્વામી તમને સુંઢાળા
    ભક્તોને હો જો સહાય દેવતા, મહેર કરો મહારાજ (૨)


    7. બહુ કનડે છે કાનો રે

    બહુ કનડે છે કાનો રે માતાજી તારો !
    બહુ કનડે છે કાનો.

    સુતેલા છોકરાને જઈને જગાડે, (૨)
    ચીટીયા ભરે છાનોમાનો રે માતાજીo

    માણસ દેખીને મારી કરે છે મશ્કરી (૨)
    નથી હવે કાઈ નાનો રે માતાજીo

    મહી માખણ તો ચોરે છીકેથી,(૨)
    એવો શું સ્વભાવ છે એનો રે માતાજીo

    શું કરીએ માત આવે શરમ તમારી, (૨)
    નહીત્તર નથી માણસ કઈ સારો  રે માતાજીo

    દાસ સવો કહે જરા વારો જશોદા મૈયા,(૨)
    એને બોધ ન લાગે બીજાનો  રે માતાજીo


    8. ગણપતિ દાતા મેરે દાતા

    તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
    તમે ખોલો મારા રૂદિયાના તાળા...
                          મારા દુખ દારિદ્રય મટી જાતા...
                          ગણપતિ દાતા મેરે દાતા

    મૂળ મહેલમાં વસે ગુણેશા
    ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા
                          રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
                          મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા

    ખીર ખાંડને અમૃત ભોજન...
    ગુણપતિ લાડુડા પાતા...
                          ધૂપ ધ્યાનને કરું આરતી
                          ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા

    તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
    મરજીવા મોજું પાતા...
                          ગુણપતિ દાતા


    9. નંદબાવાને માતા જશોદાજી સાંભરે

    નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
                     મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

    છપ્પન ભોગ અહીં રોજ પીરસાતા (૨)
                      પણ માખણને રોટી મારી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

    સોનાના થાળ અહીં સોનાના કટોરા, (૨)
                       પણ રૂડી મારી ત્રાંસડી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo

    સિતાર-સારંગીના ગીત અહીં ગુંજતા, (૨)
                       પણ વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo

    હીરા માણેકના ઝળહળતા હાર અહીં, (૨)
                        તુલસીને ગુલછડી રહી ગઈ ગોકુળમાં.               - નંદબાવાનેo
    મણિમય રત્નજડીત મુગટ અહીં શોભતા,(૨)
                         પણ મોરપીંછ પાઘડી રહી ગઈ ગોકુળમાં.         - નંદબાવાનેo
    હેમર હાથીડા અહીં ઝૂલે અંબાડી,(૨)
                          પણ ગોરી મારી ગાવડી રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo
    મોજડી મુલાયમ શોભતી રે મખમલ શાપાએ,(૨)
                          ચંદન ચાખડી રહી ગઈ ગોકુળમાં.                   - નંદબાવાનેo
    ઓધવ જઈને રુત રાધિકાને કે'જો,(૨)
                          કે અમી ભરી આંખડી રે રહી ગઈ ગોકુળમાં.     - નંદબાવાનેo
    નંદબાવાને માતા જશોદાજી સાંભરે,
                         મમતા રે મોટી રે મારી રહી ગઈ ગોકુળમાં.        - નંદબાવાનેo

    10. હંસલા શિવને રટીલે

    મળ્યો તને માનવ અવતાર હંસલા શિવને રટીલે,
    વાંકો કોઈ કરશે ન વાળ હંસલા શિવને રટીલે.

    જગતના ચોકમાં આવ્યો તું જ્યારથી
    ભૂલી ગયો રામને માયાવી પ્યારથી
    વધ્યો માથે દેવાનો ભાર હંસલાo

    સંપતિમાં સુખ નથી સાચું જીવનનું
    કરતો સદાય તું ધાર્યું તારા મનનું
    જાણ્યો નહિ જિંદગીનો સાર હંસલાo

    ઝાંઝવાના જળ જોઈ દુર દુર ભટક્યો
    આશાના તંતુએ અધ્ધર તું લટક્યો
    કામ નહિ આવે પરિવાર હંસલાo

    ભક્તિને પંથ જાતા ભક્તો સાંભળજો
    મૂડી ઝાઝી ભજનની બાંધજો
    થઇ જાયે ત્યારે બેડો પાર હંસલાo


    11. અગડ બમ શિવ લહેરી

    બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
    અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.

    નારદજીની વીણા બોલે, શિવજીનું ડમરુ બોલે,
    શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

    ગંગાજીની ધારા બોલે, ઘટોઘટ માંહી બોલે,
    શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

    શ્યામ કેરી બંસી બોલે, મીરાનો એકતારો બોલે,
    શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

    બ્રહ્માજીના વેદ બોલે, અંતરના ભેદ ખોલે,
    શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

    નરસિંહનો કેદારો બોલે, સંગ એકતારો બોલે,
    શિવ લહેરી રે ઓમ શિવ લહેરી (૨)

    બમ બમ લહેરી ઓમ શિવ લહેરી સબ ગાવે,
    અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી.


    12. તું તો માળા રે જપીલે રાધેશ્યામની

    તારી એક એક પળ જાય લાખની,
    તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

    ખાલી આવ્યા ખાલી જાશું,
    સાથે શું લાવ્યા શું લઇ જાશું ?
    જીવન ધન્ય રે બનાવો ભક્તિભાવથી,
    તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

    જુઠા જગના જુઠા ખેલ,
    મનવા તારું મારું મેલ.
    હવે છોડી દેને ચિંતા આખા ગામની,
    તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo

    તારી એક એક પળ જાય લાખની,
    તું તો માળા રે જપીલે રાધેશ્યામનીo


    13.  કાનાને માખણ ભાવે રે

    કાનાને માખણ ભાવે રે વ્હાલાને મીસરી ભાવે રે

    ઘારી ધરાવું ને ઘુઘરા ધરુ ઘેવર ધરુ સઈ
    મોહનથાળ ને માલપુઆ પણ માખણ જેવા નઈ
    --કાનાને માખણ ભાવે રે

    શીરો ધરાવુ ને શ્રીખંડ ધરુ સુતરફેણી સઈ
    ઉપર તાજા ઘી ઘરુ પણ માખણ જેવાં નઈ
    -- કાનાને માખણ ભાવે રે

    જાત જાતના મેવા ધરાવુ ધૂધ સાકર ને દહીં
    છપ્પ્નભોગ ને સામગ્રી ધરાવું પણ માખણ જેવા નઈ
    -- કાનાને માખણ ભાવે રે

    ગોપીએ માખણ ધર્યું ને હાથ જોડી ઊભી રઈ
    દીનાનાથ રે જપ્યા રે નાચ્યા થૈ થૈ થૈ
    -- કાનાને માખણ ભાવે રે



    14. મેરુ તો ડગે જેનાં મન ના ડગે

    મેરુ તો ડગે જેનાં મન ના ડગે
      મરને ભાંગી પડે બ્રહ્માંડજી;
    વિપત્તિ પડે તોય વણસે નહીં;
      સોઈ હરિજનનાં પ્રમાણજી... મેરુ...
     ચિત્તની વૃતિ જેની સદાય નિરમળ,
      ને કોઈની કરે નહિ આશજી;
    દાન દેવે પણ રહે અજાસી,
      રાખે વચનમાં વિશ્વાસ રે જી... મેરુ...
    હરખ ને શોકની આવે નહી હેડકી,
      આઠ પહોર રહે આનંદજી,
    નિત્ય રે નાચે સત્સંગમાં ને
      તોડે માયા કેરા ફંદજી... મેરુ...
    તન મન ધન જેણે પ્રભુને સમર્પ્યાં,
      તે નામ નિજારી નર ને નારજી,
    એકાંતે બેસીને આરાધના માંડે તો,
      અલખ પધારે એને દ્વારજી... મેરુ...
    સતગુરુ વચનમાં શૂરા થઈ ચાલે,
      શીશ તો કર્યાં કુરબાન રે,
    સંકલ્પ વિકલ્પ એકે નહિ ઉરમાં,
      જેણે મેલ્યાં અંતરનાં માન રે... મેરુ...
    સંગત કરો તો તમે એવાની કરજો,
      જે ભજનમાં રહે ભરપુરજી,
    ગંગા સતી એમ બોલિયાં,
      જેને નેણ તે વરસે ઝાઝાં નૂરજી... મેરુ...


    15. વિધિના લાખિયા લેખ

    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય
    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

    શ્રવણ કાવડ લઈને ફરતો,  સેવા માત-પિતાની કરતો,
    તીરથે તીરથે ડગલા ભરતો, ચાલ્યો જાય જાય જાય.
    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

    શ્રવણ ચાલ્યો ઘડુલો ભરવા, સેવા માત-પિતાની કરવા,
    ઘડુલો ભરતા મૃગલા જેવા, શબ્દો થાય થાય થાય.
    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

    દશરથ મૃગલા રમવાને આવે, શબ્દ સુણીને બાણ ચલાવે,
    એ બાણે શ્રવણનો જીવ છોડી, ચાલ્યો જાય જાય જાય.
    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

    અંધ માત-પિતા ટળવળતા, દીધો શ્રાપ જ મરતા-મરતા.
    દશરથ પુત્ર વિયોગે મરતા, કરતા હાય હાય હાય.
    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo

    જ્યારે રામજી વન સંસરીયા, દશરથ પુત્ર વિયોગે મરિયા.
    અમૃત કહે દુઃખના દરિયા, ઉભરાય જાય જાય જાય.
    વિધિના લાખિયા લેખ લલાટે સાચા થાય થાય થાયo



    16. મનનો મોરલિયો રટે તારું નામ

    મનનો મોરલિયો રટે તારું નામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    એકવાર આવી પુરો હૈયા કેરી હામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.

    સુરજ ઉગે ને મારી ઉગતી રે આશા,
    સંધ્યા ઢળે ને મને મળતી નિરાશા.
    રાત-દિવસ મને સુઝે નહિ કામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.

    આંખલડી એ મને ઓછું દેખાય છે,
    દર્શન વિના મારું દિલડું દુભાય છે.
    નહિ રે આવો તો વા’લા જશે મારા પ્રાણ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.

    એકવાર વા’લા તારી ઝાંખી જો થાયે,
    આંસુઓના બિંદુથી જોવું તડપાયે.
    માંગુ સદાય તારા ચરણોમાં વાસ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.
    મનનો મોરલિયો રટે તારું નામ,
    મારી ઝુંપડીએ આવો ઘનશ્યામ.


    17. પારણિયુ બંધાય યશોદાજી ગાય

    પારણિયુ બંધાય યશોદાજી ગાય
    હે લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય

    હે મારા લાલાને હે મારા કાનાને હે મારા વ્હાલાને હિચકે હિંચકાવું
    એના ગીત મધુરા હું ગાવું
    હો મારા હૈયામાં એને સમાવું એના હૈયામાં હું તો સમાવું
    એનું મુખડું લાલમ લાલ એના ગુલાબી છે ગાલ
    એવા સુંદર દેખાય
    -પારણિયુ બંધાય

    હે હું તો ઈચ્છુ કે જલ્દી ન જાગે કોઈ રમાડવાને ન માંગે
    એને બાંધ્યો છે કાળે રે ધાગે એને નજર કોઈની ન લાગે
    હે મારો લાલો કરમાય એ તો જોયું ના જોવાય
    મારું દિલડું દુભાય
    -- પારણિયું બંધાય

    હે જ્યારે મોટો કન્હૈયો મારો થાશે ત્યારે ગાયો ચરાવાને જાશે
    હો હું તો મોટો કરું છું એવી આશે કે લાલો સદા રહેશે મારી પાસે
    શ્રી વલ્લભ પ્રેમામૃત પાય વૈષ્ણવ લાલાના ગુણ ગાય
    સર્વે વારી વારી જાય
    --- પારણિયું બંધાય


    18. રોઈ રોઈ કોને સંભળાવું

    રોઈ રોઈ કોને સંભળાવું રે ? જેસલજી  કે છે.
    આવા દુઃખ કોને સંભળાવું રે ? જાડેજો કે છે.
    રુદિયો રુએ ને માંયલો ભીતર જલે. (2)

    અમે હતા તોળી રાણી ! ખારી વેલ તુંબડા.
    તમ આવ્યે મીઠડા હોય રે જાડેજો કે છે.
    મારો રુદિયો o

    અમે તો હતા તોળી રાણી ઊંડે જલ બેડલા,
    તમે રે ઉતારો ભવપાર જાડેજો કે છે.
    મારો રુદિયો o

    19. સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ

    સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
    લાલ મેરે દિલ કી સાધુ લાગી રે વેરાગીરામા
    જોયું મેં તો જાગી હો જી...

    કપડા રંગાયા સાધુ, અંચલ રંગાયા હો જી.
    તો ભી મેરો તનડો ન રંગાયો મેરે લાલ.
    જોયું મેં તો જાગી હો જી...

    ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.
    તો ભી મેરો મનડો ન તપીયો મેરે લાલ
    જોયું મેં તો જાગી હો જી...

    મચ્છન્દરના ચેલા જતિ ગોરખ બોલિયા
    બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ
    જોયું મેં તો જાગી હો જી...

    20. સદગુરૂ તમે મારા તારણહાર
    હે સદગુરૂ તમે મારા તારણહાર
    હરિ ગુરૂ તમે મારા તારણહાર
    આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
    સંભાળજો ગુરૂ જી હો...હો... જી.

    એવા ઉંડા સાગરને હંસલા નીર ઘણા,
    ગુરુજી હો... હો... જી.
    કે બેડી મારી કેમ કરી ઉતરે પાર? (2)
    આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
    સંભાળજો ગુરૂ જી હો...હો... જી.

    એવા ઉંચા પર્વત ને હંસલા બોલ ઘણા,
    ગુરુજી હો... હો... જી.
    કે બેડી મારી કેમ કરી ઉતરે પાર? (2)
    આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
    સંભાળજો ગુરૂ જી હો...હો... જી.

    હે સદગુરૂ તમે મારા તારણહાર
    હરિ ગુરૂ તમે મારા તારણહાર
    આજ મારી રાંકની અરજી રે પાવન ધણી
    સંભાળજો ગુરૂ જી હો...હો... જી


    21. હરિ તારા નામ છે હજાર

    હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
    રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?

    કોઈ તને રામ કહે, કોઈ સીતારામ કહે,
    કોઈ કહે નંદ નો કિશોર, ક્યા નામે લખવી કંકોત્રી ?

    મથુરામાં મોહન ને ગોકુળમાં ગોવિંદ,
    દ્વારિકામાં રાય રણછોડ, ક્યા નામે લખવી કંકોત્રી ?

    નરસિહ મહેતાનો સ્વામી શામળિયો,
    મીરાનો ગિરધર ગોપાલ, ક્યા નામે લખવી કંકોત્રી ?

    ભાણો નાથ કહે એના નામો હજાર છે.
    અંતે તું એકનો એક, ક્યા નામે લખવી કંકોત્રી ?

    હરિ તારા નામ છે હજાર, ક્યા નામે લખવી કંકોત્રી ?
    રોજ રોજ બદલે મુકામ, ક્યા નામે લખવી કંકોત્રી ?


    22.  વીજળીને ચમકારે

    વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ!
    વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઇ!
      નહિતર અચાનક અંધારા થાશે;
    જોતજોતાંમાં દિવસ વહી ગયા પાનબાઇ!
      એકવીસ હજાર છસોને કાળ ખાશે... વીજળીને ચમકારે...
    ભાઇ રે! જાણ્યા જેવી આ તો અજાણ છે પાનબાઇ!
      આ તો અધૂરિયાને નો કે’વાય,
    આ ગુપત રસનો ખેલ છે અટપટો,
      આંટી મેલો તો પૂરણ સમજાય... વીજળીને ચમકારે...
    ભાઇ રે! નિરમળ થૈને આવો મેદાનમાં પાનબાઇ!
      જાણી લિયો જીવની જાત;
    સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
      બીબે પાડી દઉં બીજી ભાત... વીજળીને ચમકારે...
    ભાઇ રે! પિંડ બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ!
      તેનો દેખાડું હું તમને દેશ,
    ગંગા રે સતી એમ બોલિયાં રે,
      ત્યાં નહિ માયાનો જરીયે લેશ... વીજળીને ચમકારે...

    - ગંગા સતી


    23. હે માલિક તેરે બંદે હમ

    હે માલિક તેરે બંદે હમ,  ઐસે હો હમારે કરમ
    નેકી પર ચલે ઔર બદીસે ટલે,
    તાકિ હસતે હુઍ નિકલે દમ........હે  માલિક

    યે અંધેરા ઘના છા રહા,
    તેરા ઇન્શાન ગભરા રહા,
    હો રહા બેખબર, કુછ ન આતા નજર,
    સુખ કા સુરજ છુપા  જા રહા,
      હૈ  તેરી રોશની મે જો દમ
    તું અમાવસ કો કર દે પૂનમ,
    નેકી પર ચલે ઔર બદીસે ચલે,
    તાકિ હસતે હુઍ નિકલે દમ............હૈ માલિક

    જબ જુલ્મો કા હો સામના, તબ તુહી હમે થામના
    વો બુરાઇ કરે, હમ ભલાઇ કરે,
    નહી બદલે કી હો કામના
    બઢ ઊઠે પ્યારકા હર કદમ,
    ઔર મીંટે બૈરકા યે ભરમ
    નેકી પર ચલે ઔર બદીસે ચલે,
    તાકિ હસતે હુઍ નિકલે દમ............હૈ માલિક


    24. હે ઓધવજી

    (સાખી)
    હે ગોકુળયું ગમતું નથી અને જમના એ લાગે ખારી ઝેર,
    પણ વ્હાલાની હારે રે અરે રે તે તો શીદને કરાવ્યા સામળા.
    (ભજન)
    હે ઓધવજી એમ, મારા વ્હાલાને, એ વઢીને કેહજો રે,
    માને તો મનાવી લેજો રે...  મારા વ્હાલાને....
    મથુરાના રાજા થ્યા છો, ગોવાળોને ભુલી ગ્યા છો,
    માનેથી ને મોલે ગયા છો...  હે ઓધવજી....
    એક વાર ગોકુળ આવો, માતાજીને પોઢે થાઓ રે,
    ગાયોને હંભાળી જાઓ રે...  હે ઓધવજી....
    જમનાને કાંઠે જાતાં, લૂંટી તમે માખણ ખાતાં,
    ભૂલી ગયા જૂના નાતા રે...  હે ઓધવજી....
    કુબ્જા રંગે કાળી, કાળા તમે વનમાળી,
    આવી જોડી ક્યાંય ના બાળી રે...  હે ઓધવજી....
    વહાલાની મરજીમાં રહેશું, જે જોઈએ તે લાવી દેશું,
    કુબ્જાને પટરાણી કહેશું રે...  હે ઓધવજી....
    તમે છો ભક્તોના તારણ, એવી અમને હૈયા ધારણ,
    ગુણ ગાય ભગો ચારણ રે...  હે ઓધવજી....
    દાસ રે મીઠાના સ્વામી, હાંભળોને અંતરયામી,
    હશે કાંઈ અમારામાં ખામી...  હે ઓધવજી....


    25. કરમનો સંગાથી રાણા

    કરમનો સંગાથી રાણા મારો કોઇ નથી

    કરમનો સંગાથી રાણા મારો કોઇ નથી... (ટેક)

    એક રે પથ્થરનાં બબ્બે ટુકડા,
    કે લખ્યાં એના જુદાં જુદાં લેખ.
    એકની બની પ્રભુજીની મૂર્તિ,
    કે બીજો ધોબીડાંને ઘાટ... કરમનો સંગાથી...

    એક રે ગાયનાં બબ્બે વાછડાં,
    કે લખ્યાં એના જુદાં જુદાં લેખ.
    એક રે વાછડો શિવજીનો ઓથિયો,
    કે બીજો ગાંચીડાને ઘેર... કરમનો સંગાથી...

    એક રે માતાના બબ્બે બેટડાં,
    કે લખ્યાં એના જુદાં જુદાં લેખ.
    એકની શિર ઉપર છત ધળે,
    કે બીજો ભારાં વેચી ખાય... કરમનો સંગાથી...

    ગુરૂનાં પ્રતાપે મીરાંબાઇ બોલીયાં,
    કે દેજો (૨) મને સંત ચરણમાં વાસ (૨) ...
    કરમનો સંગાથી...


    26. રંગાઈ જાને રંગમાં

    રંગાઈ જાને રંગમાં, તું રંગાઈ જાને રંગમાં
    સિતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણાતું રંગમાં...
    આજે ભજશું કાલે ભજશું,
    ભજશું સિતારામ ક્યારે ભજશું રાધે શ્યામ,
    શ્વાસ જાશે ને નાડી તૂટશે, પ્રાણ નહી રે તારા અંગમાં...  રંગાઈ...
    જીવ જાણ તું ઝાઝું જીવશું,
    મારું છે આ તમામ, પહેલા અમર કરી દંઉ નામ,
    તેડું આવશે જમનું જાણજો, જાવું પડશે સંગમાં...  રંગાઈ...
    સૌ જીવ કહેતા પછી જંપીશું,
    પહેલા મેળવી લોને દામ, રહેવાના કરી લો ઠામ,
    પ્રભુ પડ્યો છે એમ ક્યાં રસ્તામાં, સૌ જન કહતા વ્યંગમાં... રંગાઈ...
    ઘડપણ આવશે ત્યારે ભજીશું,
    પહેલા ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ,
    આત્મા એકદીન ઊડી જાશે, તારું શરીર રહેશે પલંગમાં...  રંગાઈ...
    બત્રિસ ભાતનાં ભોજન જમતા,
    ધેલી કરીને ભામ, એમાં ક્યાંથી સાભળે રામ,
    દાન પુણ્યથી દૂર રહ્યો તું, ફોગટ ફરે છે ધમંડમાં...  રંગાઈ...
    રંગ રાગમાં ક્યારે રટાશે?
    રહી જાશે આમને આમ, માટે ઓળખ તું આતમ રામ,
    બાબા આનંદ હરિ ૐ અખંડ છે, ભજ તું શિવની સંગમાં...  રંગાઈ...


    27. આત્માને ઓળખ્યા વિના...

    આત્માને ઓળખ્યા વિના રે, લખ ચોર્યાસી નહિ તો ટળે...હોજી
    ભ્રમણાંને ભાંગ્યા વિના રે, ભવના ફેરા નહીં તો મટે...હોજી
    ... (ટેક)
    આ કોયલને કાગ રે, એ તો રંગે રૂપે એક છે...હોજી
    એ તો એની બોલી થકી ઓળખાય રે...
    હે...લખ ચોર્યાસી...
    આ હંસલો ને બગલો રે, રંગેરૂપે એક છે...હોજી
    એ તો એના આહાર થકી ઓળખાય રે...
    હે...લખ ચોર્યાસી...
    સતી નારીને ગુણિકા રે, રંગેરૂપે એક છે...હોજી
    સતી નારી એની સેવા થકી ઓળખાય રે...
    હે...લખ ચોર્યાસી...
    આ ગુરુને પ્રતાપે રે, મીરાબાઈ બોલ્યા...હોજી
    દે જો અમને સંત ચરણમાં વાસ રે...
    હે...લખ ચોર્યાસી...

    28. ચિત્ત તું શીદને ચિંતા ધરે

    ચિત્ત તું શીદને ચિંતા ધરે?
    કૃષ્ણને કરવું હોય તે કરે... (ટેક)

    સ્થાવર જંગમ જડ ચેતનમાં માયાનું બળ ઠરે;
    સ્મરણ કર શ્રીકૃષ્ણચંદ્રનું, જન્મ મરણ ભય હરે      કૃષ્ણને કરવું હોય તે કરે...

    નવ માસ પ્રાણી શ્રીકૃષ્ણનું, ધ્યાન ગર્ભમાં ધરે;
    માયાનું આવરણ કર્યું ત્યારે, લખ ચોરાશી ફરે કૃષ્ણને કરવું હોય તે કરે...

    તું અંતર ઉદ્વેગ ધરે, તેથી કારજ શું સરે?
    ધણીનો ધાર્યો મનસૂબો, હર બ્રહ્માથી નવ ફરે  કૃષ્ણને કરવું હોય તે કરે..

    દોરી સર્વની એના હાથમાં, ભરાવ્યું ડગલું ભરે;
    જેવો જંત્ર બજાવે જંત્રી તેવો સ્વર નીસરે             કૃષ્ણને કરવું હોય તે કરે..

    થનાર વસ્તુ  થયા કરે, જ્યમ શ્રીફળ પાણી ભરે;
    જનાર વસ્તુ એણી પેરે જાશે, જ્યમ ગજ કોળું ગળે   કૃષ્ણને કરવું હોય તે કરે...

    જેનું જેટલું જે જ્યમ કાળે, તે તેને કર ઠરે;
    એમાં ફેર પડે નહીં કોઈથી, શીદ કુંટાઇ તું મરે કૃષ્ણને કરવું હોય તે કરે...

    તારું ધાર્યું થાતું હોય તો, સુખ સંચે દુઃખ હરે;
    આપ તણું અજ્ઞાનપણું એ, મૂળ વિચારે ખરે   કૃષ્ણને કરવું હોય

    થાવાનું અણચિંતવ્યું થાશે, ઉપનિષદ ઓચરે;
    રાખ ભરોસો રાધાવરનો, દયા શીદને ડરે             કૃષ્ણને કરવું હોય તે કરે...


    29. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન



    Post a Comment

    0 Comments