Bhakti Karta Chhute Mara Pran  Dhun Lyrics ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ  રામ ધુન

Bhakti Karta Chhute Mara Pran  Dhun Lyrics ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ  રામ ધુન

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું
રહે હૃદય કમલમાં તારું ધ્યાન પ્રભુ એવું માગું છું

તારું મુખડું મનોહર જોયા કરું
રાત દિવસ ગુણો તારા ગાયા કરું

અંત સમય રહે તારું ધ્યાન પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું

મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ 

શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું

મારા પાપ ને તાપ સમાવી દેજો
આ સેવકને ચરણોમાં રાખી લેજો

આવી દેજોને દર્શન દાન પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ પ્રભુ એવું માગું છું

પ્રભુ એવું માગું છું પ્રભુ એવું માગું છું

Bhakti Karta Chhute Mara Pran   Lyrics ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ધુન